Select Page

વડાપ્રધાનના એક દેશ એક સમાજના સુત્રને સાર્થક કર્યુ આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ તેલંગાણાના પરિવાર માટે દેવદૂત બન્યા

વિસનગરના ધારાસભ્ય ઋષિભાઈ પટેલે કયારેય મતલક્ષી સ્વાર્થી અને ભેદભાવના રાજકારણને મહત્વ આપ્યુ નથી. તેલંગાણાના સામાન્ય પરિવારની ગુજરાતમા કોઈ રાજકીય વગ નહોતી, છતા ગાંધીનગર સચીવાલયમા સોમવાર અને મંગળવારના લોક સંપર્ક સમય દરમ્યાન રજૂઆતકર્તાઓમા વ્યસ્ત હોવા છતા તેલંગાણાના પરિવારની આપવિતી સાંભળી આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલે જે કાર્ય કર્યુ છે તે બતાવે છે કે ગુજરાતની સરકાર ખરેખર સામાન્ય લોકો માટે સંવેદના ધરાવે છે.તેલંગાણાના
દર્દીને એરલીફ્ટ કરી વતનમા પહોચાડી આરોગ્ય મંત્રીએ ખરેખર વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક દેશ એક સમાજના સુત્રને સાર્થક કરી બતાવ્યુ છે.
ગાંધીનગરમાં આ ઘટના શાસકની સંવેદનાનું ઉદાહરણ પુરૂ પાડે છે. ઘટનાના ઉંડાણમાં ઉતરીએ.
ગાંધીનગરમાં રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી(ઇજીેં)માં અભ્યાસ કરતા મૂળ તેલંગાણાના ૨૧ વર્ષના યુવકને બ્લડ કેન્સર હતું. અભ્યાસ દરમિયાન એક દિવસ અચાનક બેભાન થઇને ઢળી પડતા તેને તાત્કાલિક ગાંધીનગરની એપોલો હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. ત્યાં ખબર પડી કે દર્દીને બ્રેઇનહેમરેજ છે, ઇન્ફેકશન છે. તબીબોએ વિવિધ રીપોટ્‌ર્સ કરાવતા જાણવા મળ્યું કે , ઉમ્ઝ્ર કાઉન્ટ જે સામાન્ય રીતેે ૪ થી ૧૧ હજાર હોય છે તે ૪.૫ લાખ એ પહોંચી ગયા હતા. આવી સ્થિતિમાં દર્દીનું બચવું મુશકેલ હતું. પરંતુ તબીબોએ અત્યંત જટીલ અને ખર્ચાળ સર્જરી કરીને દર્દીનો જીવ બચાવવા માટે પૂરતા પ્રયાસો કર્યા. દર્દીના પરિવારજનોની તમામ નાણાકીય બચત સારવારમાં ખર્ચાઇ હોવાથી દર્દીને અમદાવાદ થી પોતાના માદરે વતન તેલંગાણા લઇ જવા આ પરિવાર આર્થિક રીતે સક્ષમ નહોતો. હતાશ પરિવારને આઇ.સી.યુ. વોર્ડમાં જ દાખલ અન્ય એક દર્દીના સગાએ સલાહ આપી કે, રાજ્યના આરોગ્યમંત્રીને તમારી સમસ્યાની રજુઆત કરો.આઇ.સી.યુ.માં પણ પડોશી ધર્મ નિભાવતા આ સગાએ દર્દીના ભાઇને એમ પણ કહ્યું કે, ગુજરાતના આરોગ્ય મંત્રી દર સોમવાર અને મંગળવાર સામાન્ય જનતાને મળે છે રજુઆત સાંભળે છે. આ જ આશાનું કિરણ લઇને તેલંગાણાનો પરિવાર આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના કાર્યાલયે પહોચી પરિસ્થિતની રજૂઆત પણ કરી. રજૂઆતકર્તાઓમાં સતત વ્યસ્ત હોવા છતા મંત્રીશ્રીએ પણ સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો. અને દર્દીને તાત્કાલિક મદદ કરવા માટે જરૂરી સુચનાઓ આપી. અન્ય ડિપાર્ટમેન્ટસના સહયોગ, કેન્દ્રીય મંત્રાલયના સહયોગથી આ દર્દીને એરલાઇન્સ મારફતે એરલિફ્ટ કરી તેલંગાણા મોકલવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી.
રાજકીય હિત અને સ્વાર્થ માટે નહી પરંતુ સાચા અર્થમા સરકારે
સંવેદના દર્શાવી
દર્દીને એરલિફ્ટ કરીને તેલંગાણા મોકલવાનું કામ આસાન તો ન જ હતું. દર્દીની શારિરીક સ્વાસ્થ્યની સ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાતના નિષ્ણાંત તબીબોની ટીમ, નર્સિંગ સ્ટાફ, કેયર ટેકર, અન્ય જરૂરી સપોર્ટીવ મેડિસીન સાથેની વ્યવસ્થા કરવી જરૂરી હતી. મંત્રીશ્રીની સૂચના પ્રમાણે આ સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી. તા. ૩ જાન્યુઆરીની રાત્રે ૧૨-૧૫ કલાકે આ દર્દીને એરલિફ્ટ કરીને તેલંગાણા પહોંચાડવામાં આવ્યો . વહેલી સવારે ૪-૦૦ કલાકે તેલંગાણાની હોસ્પિટલમાં દાખલ કરાયો ત્યાં સુધી ગુજરાતની સમગ્ર ટીમ અને ગુજરાતથી મોકલેલ તબીબો પણ દર્દી અને પરિવારજનોની સાથે જ રહ્યા. ત્યાંના તબીબોને સમગ્ર પરિસ્થિતિથી વાકેફ પણ કરાવ્યા. હાલ આ દર્દી તબીબોની દેખરેખ હેઠળ છે. દર્દી જ્યારે તેલંગાણા પહોંચી ગયો અને હોસ્પિટલમાં દાખલ થઇ ગયો. સ્થિતિ સંપૂર્ણપણે સ્થિર થઇ ત્યારે ફરી એક વખત મંત્રી શ્રી એ આ દર્દીના સગા વ્હાલાઓને વીડિયો કોલ દ્વારા વાર્તાલાપ કરી દર્દી અને સમગ્ર પરિવારજનોની સ્વાસ્થ્ય પૃચ્છા કરી. આ વાર્તાલાપ વેળાએ દર્દીના પરિવારજનો ભાવુક બની ગયા હતા અને તેઓએ ગુજરાત સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આમ આ કિસ્સા થકી રાજ્ય સરકાર અને આરોગ્યમંત્રીશ્રીએ દર્શાવ્યું કે ભૌતિક માળખાકિય સુવિધાઓ જેટલી આરોગ્ય સેવા જે અનિવાર્ય છે. માનવીય મૂલ્યો પ્રત્યેની પ્રતિબધ્ધતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us