Select Page

ખેરાલુ વિધાનસભા ક્ષેત્રમાં ૧૬ જાન્યુઆરીથી રામધુનના કાર્યક્રમો

ખેરાલુ વિધાનસભા ક્ષેત્રમાં ૧૬ જાન્યુઆરીથી રામધુનના કાર્યક્રમો

ખેરાલુ વિધાનસભાના વડનગર, ખેરાલુ અને સતલાસણા શહેર અને તાલુકાના ગામોમાં ઠેર ઠેર રામધુનના કાર્યક્રમનું આયોજન થઈ રહ્યુ છે. અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ ભગવાન રામ પોતાના ઘરમાં ૫૦૦ વર્ષ પછી બિરાજમાન થશે જેનો ઉત્સવ સમગ્ર દેશમા ઉજવાઈ રહ્યો છે. ત્યારે વડનગર, ખેરાલુ અને સતલાસણા તાલુકામાં સ્વયંભુ લોકો રામધુનના કાર્યક્રમો કરવાના છે.
ખેરાલુ શહેરના ચબુતરા વાસમાં આવેલ રામજીમંદિર ખાતે તા.૧૬-૧-૨૦૨૪ થી ૨૨-૧-૨૦૨૪ સુધી દરરોજ રામધુનનુ આયોજન કરાયુ છે. જેમાં શ્રીરામ સેવા સમિતિના સભ્યો પણ ઉત્સાહ પુર્વક જોડાશે. વડનગર શહેરમાં પણ સામુહિક રામધુન માટે આયોજન થઈ રહ્યુ છે. વડનગર, ખેરાલુ અને સતલાસણા શહેરની તમામ સોસાયટીઓ તથા મહોલ્લાઓમાં રામધુનનુ તેમજ ૨૨- તારીખે સામુહિક આરતીનુ આયોજન થઈ રહ્યુ છે. ખેરાલુ વિધાનસભામાં ૨૨ જાન્યુઆરીએ લાઈવ પ્રસારણ બતાવવા એલ.ઈ.ડી. ગોઠવવા માટે પણ વ્યવસ્થાઓ થઈ રહી છે. ખેરાલુ વિધાનસભાના સતલાસણા તાલુકામા રામમંદિર પ્રતિષ્ઠા માટે લોકોમાં વધુ પ્રમાણમાં ઉત્સાહ જોવા મળે છે. સમગ્ર વિધાનસભામાં અયોધ્યાથી પુજા કરીને આવેલ કંકુ અક્ષત-શ્રીરામનો ફોટો સાથે પત્રિકાનું વિતરણ ઢોલનગારા, મંજીરા સાથે શ્રીરામ જયરામ જય જય રામના નાદ સાથે થઈ રહ્યુ છે. ખેરાલુ વિધાનસભા ક્ષેત્ર હાલમાં સંપુર્ણ શ્રીરામ મય બની ગયુ છે. જેમ જેમ ૨૨ જાન્યુઆરી નજીક આવશે તેમતેમ લોકોનો ઉત્સાહ બેવડાતો જશે. પોલીસ અને પ્રશાસન પણ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે દિવસ-રાત ગામે ગામ પેટ્રોલીંગ વધારી દીધુ છે. આર.એસ.એસ.ના અક્ષત વિતરણના અભુતપુર્વ આયોજન કર્યુ છે. હાલ ખેરાલુ વિધાનસભાનો દરેક હિન્દુ આર.એસ.એસ. અને વિશ્વ હિંદુ પરિષદનો સભ્ય હોય તે રીતે વર્તી રહ્યો છે. આ બાબતે ખેરાલુ વિધાનસભાના સંયોજક હેમન્તભાઈ શુકલએ જણાવ્યુ હતુ કે, ૨૨મી જાન્યુઆરીએ સમગ્ર દેશ માટે નહી પણ સમગ્ર વિશ્વના હિંદુઓ માટે ઐતિહાસિક દિવસ બની જશે. ૫૦૦ વર્ષના સંઘર્ષ અને બલિદાન પછી તેમજ સાધુ સંતોની તપશ્ચર્યા પછી અયોધ્યામાં શ્રીરામનો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ દિવસ પ્રત્યેક હિંદુ પરિવાર માટે ગૌરવપુર્ણ અવસર કહેવાશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts