Select Page

ખેરાલુ-સતલાસણા ૧૭ ગામના તળાવો નીમ ન થતા સિંચાઈનો લાભ નહી મળે

ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીને જમીની હકીકતના કામ કરવાને બદલે સોશિયલ મિડીયામા કાર્યક્રમોના ફોટા અપલોડ કરવામા વધુ રસ છે જેના કારણે ગુજરાત સરકાર સમક્ષ બે ત્રણ વર્ષની રજૂઆતો અને ખેડુતોના આંદોલનને શાંત કરવા મંત્રી ઋષિકેશભાઈ પટેલે વ્યકિતગત રસ લઈને જે રૂા.૩૧૭/- કરોડની યોજના મંજૂર કરી છે. તેના ફળ ૧૭ ગામોના તળાવો નીમ ન થતા મળશે નહી તેવુ લાગે છે. ૧૭ ગામોના તળાવો નીમ ન થાય તો તેની જવાબદારી ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની કહેવાશે.
ગુજરાત સરકાર દ્વારા યુધ્ધના ધોરણે સાબરમતી જળાશય યોજના (ધરોઈ ડેમ) થી ૭૪ તળાવો અને ૮ ચેકડેમ ભરવા માટે રૂા.ર૬પ કરોડનુ ટેન્ડરીંગ કર્યુ હતુ. જેનુ ટેન્ડર ખુલી ગયુ છે. કોન્ટ્રાક્ટર પણ નક્કી થઈ ગયો છે. વર્ક ઓર્ડર પણ કદાચ આપી દીધો હશે. ખેરાલુ- સતલાસણા તાલુકાના ૧૭ ગામના તળાવો ભરવા ત્રણ મહિના પહેલા ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ તાલુકા વિકાસ અધિકારીઓને પત્ર લખી જાણ કરી હતી. હજુ સુધી ૧૭ ગામ તળાવો નીમ કરવાની કાર્યવાહી પુર્ણ થઈ નથી. કોન્ટ્રાક્ટર કામ શરૂ કરશે તે પછી યુધ્ધના ધોરણે કામગીરી થશે જે ગામના તળાવો નીમ ન થયા હોય તો ત્યાં પાઈપલાઈન નંખાશે નહી તે નિશ્વિત છે. ખેરાલુ-સતલાસણા તાલુકામા મોટાભાગની ગ્રામ પંચાયતોમાં વહીવટદાર રાજ છે જેથી તળાવો નિમ કરવાની કાર્યવાહી યુધ્ધના ધોરણે થવી જોઈએ પરંતુ ધારાસભ્ય દ્વારા તાલુકા વિકાસ અધિકારીઓને પત્ર લખાયા પછી તળાવો નીમ કરવાની કાર્યવાહી પુર્ણ થઈ નથી.
ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી દ્વારા પત્ર લખાયા પછી શુ કાર્યવાહી થઈ તેનુ ધ્યાન ન રાખતા તળાવો નીમ થયા નથી. કયા ગામના તળાવ નીમ થયા નથી તે જોઈએ તો ખેરાલુ તાલુકાના મંદ્રોપુર, ડભાડ, મહેકુબપુર, ચાણસોલ, સાકરી, વાવડી તળાવો સતલાસણા તાલુકાના પિરોજપુર, નિઝામપુર, સુદાસણા, સરદારપુર (ચી), હિંમતપુરા, ઉંમરી, તાલેગઢ, નવાવાસ, સાંતોલા, ગોઠડા અને મોટા કોઠાસણા એમ કુલ ૧૭ ગામોના તળાવો નીમ થયા નથી. તાલુકા વિકાસ અધિકારીઓનો તલાટી અને વહીવટદાર ઉપર કોઈ અંકુશ નથી અને ધારાસભ્યનુ તાલુકા વિકાસ અધિકારી સાંભળતા નથી જેનો આનાથી મોટો કયો પુરાવો હોઈ શકે ?

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us