Select Page

ખેરાલુમાં ચેક રીટર્નના ચાર કેસમાં આરોપીઓને સજા

ખેરાલુમાં ચેક રીટર્નના ચાર કેસમાં આરોપીઓને સજા

વિદ્વાન વકીલોની ધારદાર દલીલો આધારે મેજીસ્ટ્રેટ શ્રી કે.બી.મકવાણાનો ચુકાદો

ખેરાલુમાં ચેક રીટર્નના ચાર કેસમાં આરોપીઓને સજા

• ખેરાલુ કોર્ટમાં ત્રણ દિવસમાં ચાર જજમેન્ટ
• ચેક રીટર્ન કેસના આરોપીઓમાં ફફડાટ

(પ્ર.ન્યુ.સ.) વિસ નગર,રવિવાર
ખેરાલુ કોર્ટ માત્ર ત્રણ દિવસમાં ચેક રીટર્નના ચાર કેસમાં તમામ આરોપીઓને એક વર્ષથી સજાનો હુકમ કરતા ચેક રીટર્નના કેસોના આરોપીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. ન્યાય પ્રક્રિયા ભલે ધીમી ચાલતી હોય પરંતુ જ્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તિથી પરેશાન થાય તે વખતે એકજ જવાબ આપે છેકે, કોર્ટમાં જોઈ લઈશ. આમ લોકોને ન્યાય પ્રક્રિયા ઉપર વિશ્વાસ છે. પરંતુ ઝડપી ન્યાય મળવાની આશામાં ઉદાસીન પણ થતાં હોય છે. ખેરાલુમાં ત્રણ દિવસમાં ચેક રીટર્નના ચાર કેસમાં સજાનો હુકમ કરતા વકીલોમાં પણ ચર્ચા ચાલી હતી કે, ચેક રીટર્નના આશરે નવ કેસમાં સજાનો હુકમ થયો છે. ચારેય કેસમાં ફરિયાદી પક્ષે ધારદાર દલીલો કરનાર વિદ્વાન વકીલ પંકજભાઈ બી.બારોટે જણાવ્યુ છેકે ખેરાલુ કોર્ટમાં ચેક રીટર્નના કેસ ખુબજ ઝડપથી ચાલી રહ્યા છે.
ખેરાલુ કોર્ટે ચેક રીટર્નના જે ચાર કેસમાં સજાનો હુકમ કર્યો તેની ટુંકમાં હકીકત જોઈએ તો, તા.૨૭-૧૧-૨૦૧૯ ના રોજ પ્રથમ ચુકાદો આપ્યો. જેમાં ફરિયાદી રાવલ આશીષકુમાર કાન્તીલાલ(બળાદ) એ ખેરાલુના પ્રજાપતિ દિપકકુમાર પ્રભુદાસને રૂા.૯૦,૦૦૦ હાથ ઉછીના આપ્યા હતા. જે પેટે ચેક આપ્યો હતો. જે ચેક પરત ફરતા ફરિયાદી દ્વારા વર્ષ ૨૦૧૪ માં કોર્ટમાં ચેક રીટર્નનો કેસ કર્યો હતો. જે કેસ ચાલી જતા પ્રજાપતિ દિપકકુમારને એક વર્ષની સજા અને લેણી રકમ ન ચુકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી પક્ષે વિદ્વાન વકીલ બી.જે. બ્રહ્મભટ્ટ, પી.બી.બારોટ તથા આર.જે.ઓઝાએ ધારદાર દલીલો કરી હતી. તા.૨૮-૧૧-૨૦૧૯ ના રોજ કોર્ટે ચેક રીટર્નના કેસમાં બે ચુકાદા આપ્યા હતા. જેમાં ખેરાલુની ફાયનાન્સ પેઢી ઋષિ કોર્પોરેશનના ભાગીદાર બારોટ જશવંતલાલ ઈશ્વરલાલે ફકીર સલીમશા અબ્દુલશાને રૂા.૨૨,૦૦૦/- આપ્યા હતા. જે પેટે સલીમશા ફકીરે આપેલો ચેક રીટર્ન થતા ૧૩૮ મુજબ ચેક રીટર્નની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે કેસ ચાલી જતાં કોર્ટે આરોપી સલીમશા ફકીરને એક વર્ષની સજા અને લેણી રકમ ભરપઈ ન કરે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો છે. ત્રીજા કેસમાં બારોટ દિનેશકુમાર મફતલાલ(ડભાડ)એ ચૌધરી પ્રવિણભાઈ ભગવાનભાઈને રૂા.૧૦ લાખ આપતા તે પેટે ચેક આપ્યો હતો. જે ચેક રીટર્ન થતાં બારોટ દિનેશકુમારે કોર્ટમાં ૧૩૮ મુજબ ફરિયાદ કરી હતી. જે કેસ ચાલી જતા કોર્ટે આરોપી ચૌધરી પ્રવિણભાઈને એક વર્ષની સજા અને રૂા.૧૦ લાખ પરત ન આપે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો છે. તા.૨૯-૧૧-૨૦૧૯ ના રોજ ખેરાલુ કોર્ટે ચોથા કેસમાં આવેલા હુકમમાં ચૌધરી પ્રેમજીભાઈ ગણેશભાઈ(ડભાડ)ને હાથ ઉછીની લીધેલી રકમ પેટે ચૌધરી માનસંગભાઈ લવજીભાઈ(સમોજા)એ તા.૧૬-૩-૧૯ ની તારીખનો રૂા.૭,૦૦,૦૦૦/- નો ચેક આપ્યો હતો. જે ચેક રીટર્ન થતા ચૌધરી પ્રેમજીભાઈએ કોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટે આરોપી ચૌધરી માનસંગભાઈને એક વર્ષની સજા અને વળતર ન ચૂકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો છે.
ચેક રીટર્નના આ ચાર કેસમાં કોર્ટે સજાનો જે હુકમ કર્યો તેમાં છેલ્લા કેસનો હુકમ માત્ર ૮ માસ અને ૩ દિવસમાં કેસ ચલાવીને હુકમ કર્યો છે. એટલે કે ફરિયાદી હાજર રહે તેમના કેસ ફટાફટ ચાલે છે. અને ન્યાય મળે છે તેવુ કહી શકાય. ખેરાલુ કોર્ટના જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ શ્રી કે.બી.મકવાણાના આ ચુકાદાઓથી ચેક રીટર્ન કેસના આરોપીઓ તેમજ જરૂરીયાત પડે ત્યારે નાણાં લઈ મદદ કરનાર સામે મો ફેરવનારા રીઢા બાકીદારોમાં ભારે ફફડાટ ફેલાયો છે. આ તમામ કેસોમાં ફરિયાદી પક્ષે પી.બી.બારોટ, આર.જે.ઓઝા અને બી.જે.બ્રહ્મભટ્ટ હાજર રહી ધારદાર દલીલો કરતા ઝડપથી ચુકાદા મળ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us