તંત્રી સ્થાનેથી… ભારતે ઘૂસણખોરોને આવકાર્યા જ છે પછી વિવાદો શા માટે?
તંત્રી સ્થાનેથી…
ભારતે ઘૂસણખોરોને આવકાર્યા જ છે પછી વિવાદો શા માટે?
ભારત દેશમાં પાસેના દેશોમાંથી ઘૂસણખોરી કરનારને સરકાર આશરો આપે તેમને ઝ્રછછ અને દ્ગઇઝ્ર કાયદાથી કનડગત ન કરે તે માટે જેમને આ કાયદાથી કશુંજ નુકશાન નથી. જેમની નાગરિકતા સલામત છે તેવા તોફાન કરી રહેલા લોકો માટે આ અહેવાલ એક દાખલારૂપ સાબિત થશે. ઉત્તર કોરીયાની બોર્ડર પાર કરનારને બાર વર્ષની સખ્ત મજૂરીની સજા કરી તેના દેશ પરત મોકલી દેવામાં આવે છે. અફગાન સરહદ પાર કરનારને ગોળીએ દેવામાં આવે છે. સાઉદી અરેબિયાની બોર્ડર ગેરકાયદેસર રીતે પાર કરનારને જેલ કરવામાં આવે છે. ચાઈનાની બોર્ડર ગેરકાયદેસર પાર કરનારનું અપહરણ કરવામાં આવે છે અને તેનું શું થાય છે તેનો કોઈ રેકોર્ડ રહેતો નથી. ક્યુબાની સીમાને પાર કરનારને આજીવન મૃત્યુ સુધી જેલમાં બંધક બનાવવામાં આવે છે. બ્રીટીશ સીમા પાર કરનારને પૂછપરછ કરી જેલમાં મોકલી આપી સજા પૂરી થાય પછી તેના વતનના દેશમાં મોકલી દેવામાં આવે છે. ભારત એ એક હિન્દુ રાષ્ટ્ર પૈકીનું એક છે. હિન્દુ રાષ્ટ્રમાં અતિથિ દેવો ભવનો મુખ્ય અભિગમ છે. ભારતમાં ઘૂસીને આવેલા લોકોને બીજા દેશોની જેમ નથી ગોળી મારવામાં આવતી કે નથી જેલમાં પૂરવામાં આવતા. ઘૂસીને આવેલા લોકોને શરણાર્થીઓની છાવણીમાં મોકલી આપી એની પ્રાથમિક જરૂરીયાતો પૂરી પાડવામાં આવે છે. છાવણીઓમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલે છે. છાવણીમાં રહેતું કુટુંબ ભારત દેશમાં સ્થાયી થઈ જાય છે. સ્થાયી થયેલા કુટુંબને કોઈપણ જાતની હેરાનગતિ રહેતી નથી. જ્યારે દસ વર્ષની મત ગણતરી આવે ત્યારે પૂરેપૂરી સત્તા મત ગણતરી અધિકારી પાસે હોય છે. મત ગણતરી અધિકારી જે સ્થળે કુટુંબ ટૂંક સમય પહેલાજ આવ્યુ હોય અને મત ગણતરી અધિકારી જેટલો સમય લખે તે માન્ય રહેતો હોય છે. મત ગણતરી બાદ તમામ વ્યક્તિઓના નામ ભારતની મતદાર યાદીમાં આવી જાય એટલે મતદાર યાદીના નામના આધારે રેશનીંગ કાર્ડ મળે. રેશનીંગ કાર્ડના આધારે આધારકાર્ડ મળે, ડ્રાઈવીંગ લાયસન્સ સહિત, બેન્કમાંથી લૉન મેળવવા, મફતગાળા મેળવવાના અધિકારી બની જાય. પ્રવર્તમાન સંજોગોમાં ઝ્રછછ અને દ્ગઇઝ્ર ના વિવાદો સમજ્યા વિના ફક્ત ને ફક્ત સત્તાધારી પાર્ટી ભાજપને નીચા દેખાડવા માટે લોકોને ભડકાવી, તોફાનો કરાવી ખોટી અફવાઓ ફેલાવવાના બદ ઈરાદાના પેંતરા છે. સરકારે દ્ગઁઇ લાગુ કર્યુ છે. તેને તમે સમજો તો તેમાં નામ નોંધાવનારને કોઈ પુરાવા આપવાના નથી. વ્યક્તિ જે જણાવે તે અધિકારીને માન્ય રાખવાનું છે. પછી શા માટે વિવાદો ચલાવી રહ્યા છે તે પ્રશ્ન છે. વિરોધપક્ષનો એકજ મક્સદ છે, રૂલીંગ પાર્ટી રાત કહે તો દિવસ અને દિવસ કહે તો રાત. સાચી વાત ઉપર વિવાદ ન થવો જોઈએ. માણસને કૂતરુ બચકુ ભરે તો કોઈ વિવાદ નહિ પણ માણસ કૂતરાને બચકુ ભરે તો આખા પંથકમાં વાત ફેલાય. ઓવેશી જેવા સાંસદો આવી ખોટી અફવાઓ ફેલાવી લોકોને ભરમાવવાનો પ્રયત્ન કરે છે. તેમનો મુખ્ય આશય છે જૂઠુ બોલો અને જોરથી બોલો, જે લોકોને ગમે છે.