Select Page

અમેરીકામાં ભારતીયો ઉપર દમન છતાં ભાજપ સરકાર કેમ ચૂપ?

અમેરીકામાં ભારતીયો ઉપર દમન છતાં ભાજપ સરકાર કેમ ચૂપ?

અમેરીકામાં ભારતીયો ઉપર દમન છતાં ભાજપ સરકાર કેમ ચૂપ?
તંત્રી સ્થાનેથી
કૃષ્ણ કરે તે લીલા અને બીજા કરે તે ……. આવો કારસો અત્યારે
અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરાઈ રહ્યો છે. ભારતની ભાજપ સરકાર ડોનાલ્ડ ટ્રમ્પ જે કરી રહ્યા છે તે બરાબર છે તેવું સમજી ને કે ડરના માર્યા ટ્રમ્પના ભારતીયો ઉપરના દમન સામે એક હરફ ઉચ્ચારતી નથી. ટ્રમ્પ અત્યારે અમેરીકાની આવી રહેલી પ્રમુખની ચુંટણી જીતવા માટે હીરો બનવા મથી રહ્યા છે. કોરોના મહામારીને નાથવામાં નિષ્ફળ જવાથી ઓછી થયેલી લોકપ્રિયતા પરત મેળવવા માટે ટ્રમ્પે અમેરીકામાં વસતા ભારતીયો ઉપર દમન કરવાનું શરૂ કર્યુ છે ત્યારે ભારત કેમ ચુપ છે? કોઈપણ સોસાયટીના પ્રમુખ સોસાયટીમાં રહેતા ભાડુઆતોના વિરુધ્ધમાં નિવેદન આપે તે બધા મકાન માલિકોને ગમવાનુ છે. ભાડુઆત સારી રીતે રહે કે ખોટી રીતે રહે તો કેટલાક મકાન માલિકોને ગમતુ નથી. આવુ કંઈક અમેરીકામાં ભારતીયો માટે છે. ધોળી ચામડીવાળાને ભારતીયો ગમતા નથી. ધોળી ચામડીવાળા આળસુ છે તે સામે ભારતીયો મહેનતુ છે. તેથી થોડા સમયમાંજ તેઓ સધ્ધર બને છે તે ધોળી ચામડીવાળાને આ ગમતું નથી. સફેદ ચામડી વાળાનો આ અણગમો ટ્રમ્પના ધ્યાન ઉપર આવ્યો છે. જેથી ભારતીય વિરોધની કાર્યવાહી કરાશે તે બધા અમેરીકનોને ગમવાની છે તેવુ વિચારી થોડા દિવસ પહેલા અમેરીકન ઈમીગ્રેશન વિભાગે H1B વીઝા તથા અન્ય વીઝા કેન્સલ કરવાનો હુકમ કર્યો. H1B વીઝા એટલે અમેરીકામાં નોકરી કરતા ભારતીયોને કંપની દ્વારા H1B વીઝા અપાય છે. H1 વીઝા ધારકની પત્નિ જોબ કરી શકે તે માટે ઓબામાની સરકાર વખતે H1B વીઝા જાહેર કરાયા હતા. જેથી ભારતીયોની પત્નિઓ કાયદેસર નોકરી કરી શકે. આ ૐ૧મ્ વીઝા કેન્સલ કરવાનો હુકમ કરાયો છે. જેને લઈને અમેરીકામાં નોકરી કરતા ભારતીયોને પત્નિની નોકરી ગુમાવતા આર્થિક અસર થશે. અગાઉના જાહેરનામા પછી હવે પછી બીજુ જાહેરનામું પડાયુ છે. જે વિદેશી વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરતા હોય તેમના વીઝા કેન્સલ કરી તેમને વતન પાછા મોકલવા કોરોનાના કારણે સંક્રમણ અટકાવવા માટે અમેરીકાની મોટાભાગની યુનિવર્સિટીઓએ ઓનલાઈન અભ્યાસ ચાલુ કર્યો છે. ઓનલાઈન અભ્યાસક્રમ અમેરીકામાં રહીને કે વતનમાં રહીને કરી શકાય. તેવા તર્ક સાથે મહામારીના બહાનાને આગળ ધરી ટ્રમ્પ સરકારે વિદેશી વિદ્યાર્થીઓને હાંકી કાઢવાનો કારસો રચ્યો છે. જેનાથી ભારતીય બે લાખ વિદ્યાર્થીઓને અસર થાય તેમ છે. અમેરીકાની યુનિવર્સિટીઓ બહારના વિદ્યાર્થીઓ પાસેથી સ્થાનિક વિદ્યાર્થીઓ કરતા પાંચ ઘણી ફી વસુલ કરે છે. વિદ્યાર્થીઓ આ મસ મોટી ફી એટલા માટે આપે છેકે અભ્યાસ કર્યા પછી બે વર્ષનુ જોબ કરવાનું વર્ક પરમીટ મળે છે. તેમાં વિદ્યાર્થીઓ શિક્ષણ ફી બે વર્ષમાં કરેલો ખર્ચો કાઢી નાંખી કંઈક વધારે મેળવે છે. ઓનલાઈન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ પછી બે વર્ષની વર્ક પરમીટ આપવાની કોઈ જાહેરાત નથી. પરદેશીઓને ફક્ત હાંકી કાઢવાનો જ આ કારસો છે. ટ્રમ્પનો આ કારસો ધોળી ચામડી વાળાઓને ગમવાનો છે જેથી આગામી ચુંટણીમાં તે પ્રમુખ તરીકે ચુંટાઈ શકવાના છે. કોઈપણ વ્યક્તિના ત્યાં વ્યક્તિ ચા પી જાય તો તેનો ગુણ ભુલતો નથી. નગુણો માણસ પીધેલી ચાનું ગુણ રાખતો નથી. ડોનાલ્ડ ટ્રમ્પ માટે ભારતની મુલાકાતમાં ભાજપ સરકાર દ્વારા લાલ જાજમ પથરાઈ હતી. તેની સારી અસર ન થઈ પણ ભારત દેશ સમૃધ્ધ દેશ છે. ત્યાંના નાગરીકોને તેમના વતનમાંજ મોકલવા જોઈએ તેવું અર્થઘટન ટ્રમ્પે કર્યુ છે. ડોનાલ્ડ ટ્રમ્પના ભારતના નાગરીકોના વિરોધના વર્તન સામે કેન્દ્ર સરકાર કેમ ચુપ છે તે સમજાતુ નથી કે ભાજપ સરકાર ટ્રમ્પથી ડરી ગઈ છે? અમેરીકામાં અસર પામનાર લોકો અને લાખ્ખો વિદ્યાર્થીઓ માટે ભારત સરકારે અવાજ ઉઠાવવો જ જોઈએ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us