Select Page

સાંસદ શારદાબેન પટેલ પરિસ્થિતિથી વાકેફ હોવાથી ખાસ અંગત રસ દાખવ્યો વિસનગર ગંજબજાર ફાટકમાં ઓવરબ્રીજ સાથે અંડરપાસની કવાયત

સાંસદ શારદાબેન પટેલ પરિસ્થિતિથી વાકેફ હોવાથી ખાસ અંગત રસ દાખવ્યો વિસનગર ગંજબજાર ફાટકમાં ઓવરબ્રીજ સાથે અંડરપાસની કવાયત

સાંસદ શારદાબેન પટેલ પરિસ્થિતિથી વાકેફ હોવાથી ખાસ અંગત રસ દાખવ્યો
વિસનગર ગંજબજાર ફાટકમાં ઓવરબ્રીજ સાથે અંડરપાસની કવાયત
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર ગંજબજાર ફાટક ઉપર ઓવરબ્રીજ બને તો અનેક વિકટ પરિસ્થિતિ સર્જાય તેમ હોવાથી હિતરક્ષક સમિતિ દ્વારા સાંસદ શારદાબેન પટેલ સહિત લાગતા વળગતા સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. સાંસદ શારદાબેન પટેલ શહેરની પરિસ્થિતિથી વાકેફ હોવાથી તેમને અંગત રસ દાખવતા રેલ્વે તંત્ર દ્વારા ખાસ કિસ્સામાં ઓવરબ્રીજની સાથે અંડરપાસ પાસેની કવાયત હાથ ધરી છે. જે નિર્ણયથી આ વિસ્તારના વેપારીઓએ રાહતની લાગણી અનુભવી છે.
વિસનગરમાં ગંજબજાર ફાટક ઉપર એકલો ઓવરબ્રીજ બને તો આ વિસ્તારના વેપારીઓ ઉપરાંત્ત શાળાના બાળકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય. ગંજબજાર ફાટક વિસ્તાર વેપારી હિતરક્ષક સમિતિ દ્વારા આ બાબતે સાંસદ શારદાબેન પટેલ ઉપરાંત્ત મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કલેક્ટર, ધારાસભ્ય, જનરલ મેનેજેર રેલ્વે, ડી.આર.એમ. વિગેરેને બાય પોસ્ટ દ્વારા લેખીત રજુઆત કરવામાં આવી હતી. ધારાસભ્ય ઋષિભાઈ પટેલે હિતરક્ષક સમિતિ દ્વારા આપવામાં આવેલ આવેદનની કોપી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજુ કરી હતી. પરંતુ કેન્દ્ર સરકારનો માનવ રહીત ફાટકનો અભિગમ હોવાથી મુખ્યમંત્રીએ આવેદન કોપી ધારાસભ્યને પરત કરી હતી. જે હકીકતથી સાંસદ શારદાબેન પટેલ પણ વાકેફ છે.
કોરોના લોકડાઉનમાં ઓવરબ્રીજ માટે જીયુડીસી અને રેલ્વે અધિકારીઓએ મુલાકાત લીધી હતી. હિતરક્ષક સમિતિને જેની જાણ થતા ભાજપ અગ્રણી જશુભાઈ પટેલ મારફત સાંસદ શારદાબેન પટેલ સાથે મીટીંગ ગોઠવી હતી. હિતરક્ષક સમિતિના કરશનભાઈ પટેલ, નારાયણભાઈ પ્રગતિ, પ્રવિણભાઈ ચૌધરી આવકાર, પી.સી.પટેલ ડીરેક્ટર ગંજબજાર તથા શ્યામભાઈ બ્રહ્મભટ્ટ પ્રચાર સાપ્તાહિક, જશુભાઈ પટેલની આગેવાનીમાં સાંસદ શારદાબેન પટેલના તેમના મહેસાણા ખાતેના કાર્યાલયે મુલાકાત કરી ગંજબજાર ફાટકના બ્રીજ માટે વિગતે ચર્ચા કરી હતી. ફક્ત ઓવરબ્રીજ બને અને નીચેથી અવરજવરની કોઈ વ્યવસ્થા કરવામાં ન આવે તો આ વિસ્તારના વેપારીઓ, ગંજબજારના ખેડૂતો, શાળાએ જતા બાળકો વિગેરેની શુ દશા થાય તેની રજુઆત કરવામાં આવી હતી. જેમાં સાંસદ શારદાબેન પટેલે જણાવ્યુ હતું કે, હું વિસનગરમાં નાની મોટી થઈ છું. સ્કુલમાં અભ્યાસ કરતી હતી ત્યારે સાયકલ લઈને ગંજબજાર નાળા નીચેથી પસાર થઈ ચુકી છું. બ્રીજ માટે ટેન્ડર સુધીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ત્યારે હિતરક્ષક સમિતિનું આવેદન મળતા બ્રીજ માટે જીયુડીસી અને રેલ્વેના અધિકારીઓ સાથે પાંચ થી છ મીટીંગ કરી બ્રીજની નીચે ખાસ કિસ્સામાં અંડરપાસ બને તે માટે સુચન કરવામાં આવ્યુ છે. જે પ્રમાણેજ બ્રીજ નીચે અંડરપાસ બનાવવામાં આવશે.
સાંસદ શારદાબેન પટેલના પી.એ.જસ્મીનભાઈ પોતે એન્જીનીયર છે. જેમણે આ મીટીંગમાં કેવો બ્રીજ બનશે અને કઈરીતે અંડરપાસ બનશે તેનો નકશો રજુ કરી વિગતે ચર્ચા કરી હતી. સાંસદ શારદાબેન રેલ્વે કમિટિના મેમ્બર હોવાથી ખાસ કિસ્સામાં આ લાભ મળી રહ્યો હોવાનુ જણાવ્યુ હતુ. ઓવરબ્રીજ નીચે અંડરપાસ ક્યાંય જોવા મળ્યો નહી હોય. જીયુડીસી અને રેલ્વેના અધિકારીઓ સાથે વારંવાર મીટીંગ કરી ઓવરબ્રીજ નીચે અંડરપાસની ડીઝાઈન તૈયાર કરવામાં આવી છે. ત્યારે આ લાભ જતો ન કરાય તેની પણ જાણ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર નો મેન એલસી(માનવ રહીત ફાટક)નો અભિગમ અપનાવ્યો છે. ત્યારે આજ નહી તો કાલ ઓવરબ્રીજ તો બનવાનો જ છે. ઓવરબ્રીજ નીચે અંડરપાસની ડીઝાઈન સ્વિકારવામાં ન આવે તો ભવિષ્યમાં કદાચ અંડરપાસનો લાભ ન પણ મળે તે બાબતથી પણ વાકેફ કરવામાં આવ્યા હતા. જશુભાઈ પટેલે પણ ઓવરબ્રીજ નીચે અંડરપાસની ડીઝાઈનને સમર્થન આપ્યુ હતુ. હિતરક્ષક સમિતિ ગંજબજાર ફાટક વિસ્તારના વેપારીઓનુ પ્રતિનિધિત્વ કરતી હોવાથી વેપારીઓ સાથે ચર્ચા બાદ નિર્ણય કરી સાંસદ શારદાબેન પટેલને જાણ કરવા જણાવ્યુ હતું.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us