Select Page

વિસનગરમાં બાળકી કેનાલમાં પડી જવાથી અપમૃત્યુ સામે પોલીસ ફરીયાદ થવી જોઈએ

વિસનગરમાં બાળકી કેનાલમાં પડી જવાથી અપમૃત્યુ સામે પોલીસ ફરીયાદ થવી જોઈએ

તંત્રી સ્થાનેથી…

વિસનગર શહેરમાં ૬ ઓગષ્ટના રોજ સરદાર સ્કુલમાંથી સાંજે છુટીને ઘેર જઈ રહેલી ૧૪ વર્ષની કિશોરીનું ભારે વરસાદને લીધે ભરાઈ ગયેલા પાણીના વ્હેણમાં તણાઈ જવાથી મોત નિપજ્યુ હતું. કેનાલ ઝાડી ઝાંખરા વાળી અંદર પથ્થરવાળી ચોમાસા પહેલા નિયમાનુસાર સાફ કરાવવી પડે તેવી હોવા છતાં કરાવેલ નહતી તેવી ખુલ્લી કેનાલમાં પડી જવાથી ખેચાઈ જઈ મૃત્યુ થયુ હતું. ખુલ્લી ગટર રાખવી, ગટર આગળ જાળી ન લગાવવી, ગટર ઉપર દિવાલ ન બનાવવી આ બધી નગરપાલિકાની ભૂલો છે. મહેસાણા તાલુકાના બાલીયાસણ ગામના જાગૃત નાગરીક કૌશિક પરમારે બનાવ સંદર્ભે બેદરકારી રાખનાર જવાબદારો સામે કાર્યવાહી કરવા માનવ અધિકાર પંચને ફરીયાદ કરી છે. અરજદારે ચાર મુદ્દા આધારીત માંગણીઓ કરી છે. ખુલ્લી ગટર હોવા છતાં સત્તાધીશોએ તેના માટે કોઈ કાર્યવાહી કરી નથી. સત્તાધીશોએ જાળી નાંખવાની કાર્યવાહી કરી નથી. જેના કારણે જીયા નામની ૧૪ વર્ષની કિશોરી મોતને ભેટી હતી. આ ઉપરાંત્ત ખુલ્લી ગટર ઉપર સત્વરે જાળી નાંખી જનતા વાંચી શકે તેવી રીતે બોર્ડ લગાવવા જોઈએ. મૃતકના પરિવારને દસ લાખ રૂપિયા આપવાની અરજદારે માંગ કરી છે. અરજદારે માનવ અધિકાર પંચમાં લેખીત ફરીયાદ કરી છે. વિસનગર ગ્રાહક સુરક્ષા મંડળે પણ માનવ અધિકાર જેવીજ ફરીયાદ કરી છે. આ અકસ્માત નથી પણ અપમૃત્યુ છે. જેથી તેની સામે ફોજદારી ફરીયાદ થવી જોઈએ. માનવ અધિકાર પંચ એક સરકારનો ભાગ છે. જેથી તેમાંથી સરકાર વિરોધની ફરીયાદોમાં સંપૂર્ણ ન્યાય ન પણ મળી શકે વિસનગર શહેર વીર-પુરુષોની ભૂમિ છે. કોઈ વિરલાએ આ અપમૃત્યુ સામે ફોજદારી ફરીયાદ કરવા માટે આગળ આવવું જોઈએ. ફરીયાદ કરનારને કશું સાબિત કરવાનું નથી. નગરપાલિકા એની ભૂલો જાતેજ સુધારી રહી છે. ભૂલ એ ગુનો છે. પ્રથમ તો વરસાદી પાણીની કેનાલ ખુલ્લી મૂકી તેના રોડ ઉપરથી જવાના વ્હેણ સામે જાળી ન મૂકી તે ભૂલ છે. કેનાલને ખુલ્લી રાખવી તે પણ ગુનાહીત કૃત્ય છે. નગરપાલિકા હવે કેનાલ ઉપર દિવાલ બનાવે છે. વરસાદના વ્હેણના નાકા ઉપર જાળી લગાવી રહી છે આવા અનેક સુધારા યુદ્ધના ધોરણે કરાઈ રહ્યા છે. તેજ બતાવે છેકે નગરપાલિકાની ગુનાહીત ભૂલો છે. ફરીયાદીને ફરીયાદ સાબિત કરવાની રહેતી જ નથી. નગરપાલિકા પોતેજ પોતાની ભૂલોના પુરાવા આપી રહી છે કે પાલિકાએ ગુનાહીત કૃત્યુ કર્યુ છે. ફક્ત ફરીયાદ કરનાર વીરલાની જરૂર છે. વિસનગર નગરપાલિકા ભાજપની છે અને ગુજરાત સરકાર પણ ભાજપની છે જેથી આ ફરીયાદ પોલીસ સ્ટેશનમાં લેવાશે નહી. ફરીયાદીએ ફરીયાદ કરવા કોર્ટમાં જવું પડશે. વિસનગરમાં વિદ્વાન વકીલોની ખોટ નથી એટલે તેવા વકીલો ફરીયાદ તૈયાર કરી નગરપાલિકાના સત્તાધીશો, નગરપાલિકાના સભ્યો સામે ફરીયાદ કરે તો નગરપાલિકાના સભ્યોને અને વહીવટ કરતા કર્મચારીઓને ખબર પડે કે અમારે ઓફીસમાં બેસી રહેવાનીજ જવાબદારી નથી. ગામમાં ફરી શેની જરૂરીયાત છે, શું નુકશાનકારક છે તેની તપાસ કરવી રહી. કર્મચારીઓ ઓફીસના કામે બહાર ન નીકળી શકે પણ સભ્યો પાસે તો સમય છે તેઓએ આવી ભૂલો નગરપાલિકાને બતાવવી જોઈએ. નગરપાલિકાનું કામ કેટલું બેજવાબદાર છે કે હરીહર સોસાયટીથી ભાથીટીંબા મંદિર સુધી રોડ ઉપર ભર ચોમાસે ખાડા કર્યા તેમાં અનેક લોકો અંધારામાં અને પાણી આવવાથી પડી ગયા તે માટે જવાબદાર કોણ?

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts