Select Page

વિશ્વ હિંદુ પરિષદ આયોજીત શ્રી રામની શોભાયાત્રા ઉપર પત્થરમારા પછી ખેરાલુ હાટડીયાથી બસ સ્ટેશન સુધીના ૩ર દબાણો દૂર કરાયા

વિશ્વ હિંદુ પરિષદ આયોજીત શ્રી રામની શોભાયાત્રા ઉપર પત્થરમારા પછી ખેરાલુ હાટડીયાથી બસ સ્ટેશન સુધીના ૩ર દબાણો દૂર કરાયા

અયોધ્યામાંશ્રી રામના પ્રતિષ્ઠા મહોત્સવના આગળના દિવસે ખેરાલુ શહેરમાં ર૧-૧-ર૦ર૪ ના રોજ વિશ્વ હિંદુ પરિષદ આયોજીત શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમા હાટડીયા વિસ્તારમા યાત્રા ઉપર પત્થરમારો થયો હતો. લોકો દ્વારા પત્થર મારો કરનાર વિસ્તારમા યુપી, મહારાષ્ટ્રની જેમ બુલડોઝર ચલાવવા ગુજરાત સરકાર સમક્ષ માંગણી થઈ હતી. સોમવારના દિવસે નગરપાલિકા અને સીટી સર્વે દ્વારા હાટડીયાથી બસ સ્ટેશન વિસ્તારમાં સર્વે શરુ કરાયો હતો તેમજ જ્યાં દબાણો થયા હતા ત્યાં લાલ કલરથી માર્કિંગ કરાયુ હતુ. બુધવારના દિવસે પાલિકા તંત્ર દ્વારા ખેરાલુ પોલીસના સઘન બંદોબસ્ત સાથે ૩ર દબાણો દૂર કરાયા હતા.
ખેરાલુ શહેરમાં કેટલીક મિલ્કતોના દબાણો દૂર ન કરાતા પાલિકા તંત્ર ઉપર આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે પાલિકા તંત્ર એ જણાવ્યુ હતુ કે જે લોકો ફરાર છે તેમના ઘર ઉપર નોટીસ લાગવી હતી. ઘરના બે કે ત્રણ માળ રસ્તા પૈકી ની જમીન ઉપર દબાણ કર્યુ હોવાથી ઘરનો સામાન ખસેડી લેવા માટે પાલિકા ફરીથી નોટીસ આપશે. છતા ઘર માલિક દ્વારા ઘર ખાલી કરી દબાણ દૂર નહી કરે તો પંચોની રૂબરૂમા બ્રેકર લાવી મકાનનો દબાણ વાળો ભાગ તોડી નાંખવામા આવશે.
ખેરાલુ શહેરમા દબાણ મુદ્દે ભારે ઉતેજના પુર્ણ ચર્ચાઓનો માહોલ જોવા મળ્યો હતો. દબાણો તુટી ગયા પછી આખા શહેરના લોકો કેટલા દબાણ તુટ્યા છે તેનુ સર્વ ે કરવા ઉમટી પડયા હતા. હાટડીયા વિસ્તારથી બસ સ્ટેશન વિસ્તારમા બાઈક ચાલકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. મુસ્લીમ સમાજના અગ્રણીઓ દ્વારા કોઈપણ પ્રકારનો વિરોધ જોવા મળ્યો નહોતો. માત્ર દબાણો જ તુટલા હતા. સરકાર તરફથી મુસ્લીમ સમાજના ઘરોને વધારાનુ કોઈ નુકશાન થાય તેની તકેદારી રાખવા સુચના અપાઈ હોવાનુ ચર્ચાતુ હતુ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts