Select Page

૮૦૨ માંથી ૩૨ ટકામાં ડાયાબીટીસની અને ૧૩ ટકામાં બીપીની બીમારી

૮૦૨ માંથી ૩૨ ટકામાં ડાયાબીટીસની અને ૧૩ ટકામાં બીપીની બીમારી

રોટરી ક્લબ અને કોપરસીટી એસો.ના કીડની બચાવો અભિયાનમાં ચીંતાજનક પરિણામ

૮૦૨ માંથી ૩૨ ટકામાં ડાયાબીટીસની અને ૧૩ ટકામાં બીપીની બીમારી

રોટરી ભવનમાં ૩૧ મી માર્ચ સુધી ૪૦ વર્ષથી ઉપરની ઉંમરના વ્યક્તિનુ સાંજે ૫-૦૦ થી ૬-૦૦ વિનામુલ્યે ચેકીંગ કરી આપવામાં આવે છે

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
બી.પી. અને ડાયાબીટીસનુ સમયસર નિદાન ન થાય તો તેની કીડની ઉપર અસર થાય છે. અને કેટલાક સંજોગોમાં દર્દિ ડાયાલીસીસ ઉપર આવી જાય છે. જે માટે રોટરી ક્લબ ઓફ વિસનગર અને કોપરસીટી મરચન્ટ એસો. દ્વારા કીડની બચાવો અભિયાન અંતર્ગત કેમ્પ કરવામાં આવી રહ્યા છે. જેમાં ચીંતાજનક આંકડા સામે આવ્યા છે. તપાસવામાં આવેલા ૮૦૨ દર્દિમાંથી ૩૨ ટકામાં ડાયાબીટીસની અને ૧૩ ટકામાં બીપીની બીમારી જોવા મળી છે.
અત્યારના દોડધામ, ટેન્શન તથા ભોજનની અનિયમિતતા વાળા જીવનમાં લોકો ક્યારે બીમારીનો ભોગ બને તેનો ખ્યાલ રહેતો નથી. આ કહેવાતી નાની બીમારીની સમયસર સારવાર નહી મળવાના કારણે ગંભીર રોગનો ભોગ બનવુ પડે છે. જેમાં ચોર પગે શરીરમાં ઘુસી જતા ડાયાબીટીસ તથા બીપીની બીમારીની શરૂઆતના તબક્કે સારવાર કરવામાં ન આવે તો તેની અસર કીડની ઉપર થતી હોય છે. લોકો આ બીમારીનો ભોગ બન્યા હોય તો શરૂઆતના તબક્કેજ જાણકાર બને તેમજ કીડનીની ગંભીર બીમારીનો ભોગ બનતા અટકે તે માટે રોટરી ક્લબ ઓફ વિસનગર તથા કોપરસીટી મરચન્ટ એસોસીએશનના સંયુક્ત ઉપક્રમે શહેરમાં “તમારી કીડની બચાવો” પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યો છે. ૪૦ વર્ષ પછીની ઉંમરનામા બી.પી. તથા ડાયાબીટીસની શક્યતા વધારે હોય છે. ત્યારે કીડની બચાવો પ્રોજેક્ટમાં વિસનગર શહેરના વિવિધ વિસ્તારોમાં કેમ્પ કરવામાં આવી રહ્યા છે. સોસાયટી, મિત્રમંડળ, મહોલ્લો, મોટી સંખ્યામાં કર્મચારીઓ ધરાવતુ યુનિટ, વેપારી એસોસીએશન તૈયાર થાય તો ત્યા કેમ્પ કરવામાં આવે છે. આ અભિયાનમાં કલ્યાણ બંગ્લોઝ, જી.આઈ.ડી.સી.આનંદનગર, અક્ષરધામ, શુકન, ગુરૂકૃપા, ગુરૂદેવ ટાઉનશીપ સોસાયટી તથા એક મેઘા કેમ્પ દ્વારા ૮૦૨ લોકોને તપાસવામાં આવ્યા હતા. કેમ્પમાં કરાયેલ તપાસ બાદ જે પરિણામ મળ્યા છે તે ચીંતાજનક છે. ૮૦૨ માંથી યુરીન સુગરના ૭૩ એટલે કે ૯.૧૦ ટકા, બ્લડ સુગરના ૧૦૩ એટલે કે ૧૩ ટકા, બીપીના ૧૮૩ એટલે કે ૨૩ ટકા તથા બોડી માસ ઈન્ડેક્ષ (ઓવર વેઈટ)ના ૩૫૦ એટલે કે ૪૩.૬૪ ટકા દર્દિ જોવા મળ્યા હતા. મહત્વની બાબત તો એ છેકે આ એવા લોકો હતા કે જેમને ખ્યાલ નહોતો કે તે બી.પી. કે ડાયાબીટીસની બીમારીના ભોગ બન્યા છે.
વિવિધ કેમ્પમાં જોવા મળેલા પરિણામો બાદ કીડની બચાવવા રોટરી તમારા દ્વારા અભિયાનમાં કોપરસીટી મરચન્ટ એસોસીએશન પુરેપુરો સહયોગ આપી રહ્યુ છે. શહેરના વેપારીઓ સહીત લોકો જાગૃત બને તે માટે દરેક સોસાયટી અને વિસ્તારમાં કેમ્પ માટેનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. પરંતુ કોરોનાના કારણે કેમ્પ સ્થગીત કરવામાં આવ્યા છે. ત્યારે રોટરી ક્લબ ઓફ વિસનગર દ્વારા આપી પ્રીવેન્ટીવ હેલ્ગ ક્લીનીકમાં રવિવાર સીવાય રોજ સાંજે ૫-૦૦ થી ૬-૦૦ દરમ્યાન ૪૦ વર્ષ ઉપરના કોઈપણ વ્યક્તિને વિનામુલ્યે ડાયાબીટીસ, બી.પી. તેમજ બોડી માસ ઈન્ડેક્સ(BMI) ચેક કરી આપવામાં આવે છે. ૩૧ મી માર્ચ સુચી રોટરી ક્લબમાં ચાલતા કેમ્પમાં ર્ડાક્ટર દ્વારા વિનામુલ્યે ચેક કરવામાં આવે છે ત્યારે તેનો લાભ લેવા જણાવવામાં આવ્યુ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us