ઓનલાઈન પાર્સલ સેવામાં છેતરપીંડીથી સાવધાન
વિરલ પરમારની કલમે – સાયબર ક્રાઈમ ભાગ – ૧
ઓનલાઈન સર્વિસમાં સાયબર ક્રાઈમ વધ્યુ છે. ત્યારે અમદાવાદના સાયબર સીક્યુરીટી એક્ષપર્ટ વિરલ પરમાર દ્વારા લોકો છેતરપીંડીનો ભોગ ન બને તે માટે શોર્ટ વિડીયો સોસિયલ મિડીયામાં મુક્યા છે. પાર્સલ સેવામાં મોટાભાગના ઓનલાઈન સસ્તી સેવા આપતા લોકોનો સંપર્ક કરે છે. જેમાં ગ્રાહકો છેતરાય છે.
સાયબર સીક્યુરીટી એક્ષપર્ટ વિરલ પરમારે પાર્સલ સેવાના નામે થતા સાયબર ક્રાઈમ બાબતે જણાવ્યુ છે કે, અત્યારે ઓનલાઈન બધીજ સર્વિસ મળે છે. જેમાં પાર્સલ સેવા માટે ઘણી બધી અધિકૃત કંપનીઓ છે. પરંતુ મોટાભાગના લોકો અધિકૃત કંપનીઓનો સંપર્ક નહી કરી સસ્તી પાર્સલ સેવા માટે ગુગલનો ઉપયોગ કરે છે. જેમાં પાર્સલ સર્વિસ આપતા વેબસાઈટનુ નામ મળે છે. વેબસાઈટ ઉપર અધિકૃત કંપનીઓ કરતા પાર્સલ સેવાના ઓછા ભાવ જોઈ વેબસાઈટમાં આપેલા મોબાઈલ નંબર આધારે ફોન કરતા સર્વિસ આપવા માટે તૈયારી બતાવે છે. જેમાં એડવાન્સ પેમેન્ટ કરવાનુ કહે છે. પેમેન્ટ કર્યા બાદ સેવા મળતી નથી. આવી મોટાભાગની કંપનીઓ ફ્રોડ હોય છે.
સાયબર ક્રાઈમમાં પાર્સલ સેવામાં થયેલ છેતરપીંડીના બનાવો બાબતે જણાવ્યુ છેકે, અમદાવાદથી દિલ્હી બાઈક મોકલવાનુ હતુ. અધિકૃત કંપની કરતા ગુગલમાંથી સર્ચ કરેલી પાર્સલ સેવાની આ કંપનીના ભાવ સસ્તા હતા. આ કંપની દ્વારા બાઈક મોકલ્યુ અને પેમેન્ટ પણ આપ્યુ. એક મહિના સુધી બાઈક નહી પહોચતા તપાસ કરતા કંપની ફ્રોડ હોવાનુ જણાયુ. બાઈક ચોરાયુ અને પાર્સલ સેવાના પૈસા પણ ગુમાવ્યા હતા. આવીજ રીતે એક મહિલાને અમેરિકા રહેતા તેના પુત્રને પાર્સલ મોકલવાનુ હતુ. ગુગલ ઉપર સર્ચ કરી પાર્સલ સર્વિસની વેબસાઈટમાંથી નંબર મેળવી ફોન કર્યો. ૨૦ કિલોનુ પાર્સલ મોકલવાની વાત કરી તેમાં એડવાન્સ પેમેન્ટ કરવાનુ જણાવ્યુ. ફોન ઉપર જણાવ્યુ કે એડવાન્સ પેમેન્ટ કરશો તોજ ઘરે પાર્સલ લેવા આવીશુ. મહિલાએ રૂા.૧૮,૦૦૦/- ઓનલાઈન પેમેન્ટ કર્યુ. ત્યારબાદ કોઈ પાર્સલ લેવા આવ્યુ નહી અને પૈસા ગુમાવ્યા.
પાર્સલ સેવામાં થતા સાયબર ક્રાઈમથી બચવા જણાવ્યુ છેકે, ઈન્ટરનેટ ઉપર સર્ચ કરીએ ત્યારે ઘણી ફ્રોડ વેબસાઈટ જોવા મળે છે તેનુ ખાસ ધ્યાન રાખવુ. વેબસાઈટ વેરીફાઈ કરવી. સર્વિસના રીવ્યુ ચેક કરવા. યોગ્ય ન લાગે તો સર્વિસ લેવાનુ ટાળવુ.