અયોધ્યા રામમંદિરના તા.૨૨-૧-૨૪ના પ્રતિષ્ઠા દિવસે જ વિસનગરમાં ઝાંપલીપોળ રામજી મંદિરનો પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
વિસનગરમાં ગુંદીખાડ ઝાંપલીપોળમાં પૌરાણિક શ્રીરામજી મંદિર આવેલ છે. આ મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવતા ત્રણ દિવસનો ભવ્ય પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ છે. અયોધ્યા રામ મંદિરના તા.૨૨-૧-૨૦૨૪ ના દિવસેજ શ્રીરામજી મંદિરની પુનઃ પ્રતિષ્ઠા હોઈ સ્થાનિક ધર્મપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વિસનગરની સ્થાપના થઈ ત્યારથી અસ્તિત્વ ધરાવતા ગુંદીખાડ વિસ્તારના ઝાંપલીપોળમાં પૌરાણિક શ્રીરામજી મંદિર આવેલુ છે. શ્રીરામજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ દરબાર કુમાર શાળા નં.૧ ના પૂર્વ આચાર્ય સ્વ.ગોવર્ધનદાસ પૃથ્વીરાજ બ્રહ્મભટ્ટ અને પ્રચાર વિસનગર સાપ્તાહિકના આદ્યસ્થાપક તંત્રી સ્વ.બાલમુકુન્દ ગોવર્ધનદાસ બ્રહ્મભટ્ટના સ્મરણાર્થે તેમના પરિવાર દ્વારા મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો છે. મંદિરમાં શ્રી રામ, લક્ષ્મણ, જાનકી ઉપરાંત્ત રાધા અને કૃષ્ણ તથા ગણપતિ દાદા તેમજ હનુમાનદાદાની મૂર્તિઓ છે. પૌરાણિક મંદિરમાં આખા કાષ્ટની બે પૂતળી તથા કાષ્ટનુ નક્સીકામ મંદિરની શોભા વધારે છે.
છેલ્લા છ મહિનાથી મંદિરના જીર્ણોધ્ધારનુ કામ ચાલી રહ્યુ છે. ગુંદીખાડ ઝાંપલીપોળ વિસ્તારમાં આવેલા આ મંદિરનો જાન્યુઆરી મહિનાની તા.૨૦, ૨૧ અને ૨૨ ભવ્ય પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. તા.૨૦-૧-૨૪ ને શનિવાર રાત્રે ૮-૩૦ કલાકે રામજી મંદિર આગળ સુંદરકાંડ પાઠનુ આયોજન કરવામાં આવ્યુ છે. સુંદરકાંડ પાઠના જાણીતા વક્તા અમદાવાદ રહેતા અને સુંઢિયાના ધવલભાઈ વ્યાસ પાઠનુ રસપાન કરાવશે. તા.૨૧-૧-૨૦૨૪ ને રવિવારના રોજ સવારે ૯-૦૦ કલાકે પ્રતિષ્ઠા યજ્ઞ પ્રારંભ થશે. આ દિવસે રાત્રે ૮-૩૦ કલાકે ગુંદીખાડ ઝાંપલીપોળ પરામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. બીજા દિવસ તા.૨૨-૧-૨૦૨૪ ને સોમવાર બપોરે ૧૨-૨૮ કલાકે મૂર્તિ પુનઃ પ્રતિષ્ઠા તથા મહાઆરતી થશે. મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય યજમાન સ્વ.શ્રી બાલમુકુન્દભાઈ ગોવર્ધનદાસ બ્રહ્મભટ્ટ પ્રચાર સાપ્તાહિક પરિવાર છે. જ્યારે મુખ્ય મહેમાન તરીકે કેબીનેટ મંત્રી ઋષિકેશભાઈ જી.પટેલ ઉપસ્થિત રહેશે. પ્રતિષ્ઠા યજ્ઞના આચાર્ય તરીકે વિસનગરના જાણીતા કથાકાર તથા કર્મકાંડી રાજુભાઈ એ.જોષી (રાજુભાઈ મહારાજ) તથા વેદાચાર્ય શ્રી ચીરાગભાઈ દવે ઉંઝાવાળા વૈદિક મંત્રોચ્ચારથી પુનઃ પ્રતિષ્ઠા યજ્ઞ કરશે. વિસનગર પંથકના લોકોને અયોધ્યા રામમંદિર પ્રતિષ્ઠા મહોત્સવનો તાદ્રશ્ય નિહાળવાનો લાભ મળવાનો નથી. ત્યારે અયોધ્યા રામ મંદિર પ્રતિષ્ઠા દિનેજ વિસનગરમાં ઝાંપલીપોળ શ્રીરામજી મંદિરના પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવના દર્શનનો લાભ લેવા ધર્મપ્રેમીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો